ખેડબ્રહ્મા તાલુકા વેપારી મહામંડળના પ્રમુખ શ્રી નારાયણદાસ બારોટનું નિધન

ખેડબ્રહ્મા તાલુકા વેપારી મહામંડળના પ્રમુખ શ્રી નારાયણ દાસ બારોટની અણધારી વિદાય. ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામ ના વતની અને વર્ષો થી ખેડબ્રહ્મા સ્થાયી થયેલા નારાયણ દાસ શામળદાસ બારોટ નું ગઈ કાલે સાંજ ના સમયે નિધન થતા તેમના પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. અનેક સહકારી સંસ્થાઓ, સંગઠનો, સાથે જોડાયેલા, પોશીના તાલુકાના ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા બારોટ સમાજના અગ્રણી, સન્માનનીય નેતા એવા નારાયણ દાસ બારોટનું નિધન થતા સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડબ્રહ્મા તાલુકામાં ભાજપના દિગ્ગજ નેતા તરીકે વર્ષો થી તેમણે સેવાઓ આપી છે. તેમની લોક ચાહના લોકો માટે અવિસ્મરણીય રહેશે. એમના પરિવાર જનોમાં આઘાત જનક સમાચાર સાંભળ્યા બાદ ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. નારાયણકાકા ના આત્માને શાંતી અર્પે તેવી પ્રાર્થના.
ધીરુભાઈ ખેડબ્રહ્મા