ખેડબ્રહ્મા પીએસઆઇશ્રીએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી વિશાલભાઈ બી. પટેલ ખેડબ્રહ્મા તાલુકાના બહેડીયા ગામે એક વર્ષ જૂના ચોરી ના કેસ સંદર્ભે તપાસ અર્થે ગયા હતા. ત્યાં એકાએક તેમની નજર એક ગરીબ પરિવાર ઉપર પડી. તરત જ તેમણે તે પરિવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવી ખેડબ્રહ્મા પરત આવી તે ગરીબ પરિવારને પહેરવા માટે કપડા અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ રૂબરૂ જઈ આપી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કહેવત છે ને લીમડામાં એક ડાળ મીઠી… આવા પીએસઆઇ શ્રી ને કોટી કોટી નમન… આ અગાઉ પણ ખેડબ્રહ્માના નિરાધાર પરિવારોને શિયાળામાં ધાબળા નું વિતરણ કર્યું હતું. પોલીસે તો પ્રજાનો મિત્ર છે તેનું સાચું ઉદાહરણ પીએસઆઇ શ્રી વિશાલભાઇ પટેલે પૂરું પાડ્યું છે. કોરોનાના આ કપરા કાળમાં ખાખી વર્દી પણ આમાંથી કંઈક શીખ મેળવે. આવા જરૂરિયાત મંદ અને નિરાધાર લોકોની સેવા કરવા માં તેમને ખૂબ આનંદ મળે છે તેવું ટેલિફોનિક દ્વારા જણાવ્યું હતું .
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)