ખેડબ્રહ્મા: કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું

ખેડબ્રહ્મા: કોરોના વોરિયર્સ નું કીટ આપી સન્માન.
યુવા અનસ્ટોપેબલ દ્વારા
આજ રોજ સાબરકાંઠા જિલ્લાના
વિજયનગર તાલુકાની 5 સી.એચ.સી.તથા 1 સી. એચ.સી ના 218 કર્મચારીઓ જેમાં આશાવર્કર તથા વર્ગ 4 ના કર્મચારીઓ નો સમાવેશ થાય છે
તે તમામ (કોરોના વોરીયર) ને કોરોના મહામારીમાં પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની અવિરત સેવા કરવા બદલ કરીયાણાની કીટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કિટો નું વિતરણ
રાજ્યસભા ના સાંસદ રમીલાબેન બારા,જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ તેમજ સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભરતભાઈ આર્ય ની ઉપસ્થિત માં યુવા એન્સ્ટોપેબલ ના સહયોગ થી કીટો નું વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા