ખેડબ્રહ્મા : હરણાવ નદી ઉપર નગરપાલિકા દ્વારા પ્રોટકશન જાળી નાખવાનું કામ શરૂ

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ખેડબ્રહ્મા ગામ થી સ્ટેશન વિસ્તાર જવા માટે હરણાવ નદી પર બ્રિજ બનાવવામાં આવેલ છે. જ્યાંથી ખેડબ્રહ્મા નગરજનો, ગૃહિણીઓ સીનીયર સિટીઝનો તથા જે તે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો આ નદી ઉપરના પુલ ઉપરથી અવરજવર કરે છે. નદીનો પટ હોવાથી પુલની બંને બાજુએ પ્રોટેક્શન જાળી નાખવામાં આવે તે દરેકના હિતમાં જરૂરી હતું. જે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા લીધેલું એક આવકારદાયક પગલું છે.
ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી યોજનાના યુડીપી ૭૮ હેઠળ રૂ. ૧૦ લાખના ખર્ચે હરણાવ નદી પરના બ્રીજની બન્ને તરફ પ્રોટેક્શન જાળીનું કામ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોટેક્શન જાળી નાખવા નું કામ શરૂ થતાં ખેડબ્રહ્મા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ તબક્કે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખશ્રી સાગર પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ ,ઉપ પ્રમુખ જીગ્નેશ જોશી અને કારોબારી ચેરમેન પ્રવિણસિંહ સોલંકી તથા નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા