સાબરકાંઠા માં કોરોના બેડની વિગતો હવે આંગળીના ટેરવે.

સાબરકાંઠા માં કોરોના બેડની વિગતો હવે આંગળીના ટેરવે.
Spread the love

ખેડબ્રહ્મા:સાબરકાકાંઠામાં કોરોના બેડની વિગતો હવે આંગળીઓના ટેરવે

જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તે જાણવા કોવિડ પોર્ટલ લોન્ચ કરાયું

સમગ્ર રાજયમાં કોરોના મહામારીમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે
ત્યારે સાબરકાંઠા જિલ્લાના કોરોનાના દર્દીઓને કોરોનાની લગતી તમામ વિગતો ઘરે બેઠા જ ઉપલબ્ધ થાય તે માટે વેબ પોર્ટલ લોન્ચ કરાયું છે.
જેમાં જિલ્લાના તમામ તાલુકાઓની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તમામ વિગતો મળી શકશે.
સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ વેબ પોર્ટલમાં જિલ્લાની ૧૦ સરકારી અને ૧૯ ખાનગી હોસ્પિટલ મળી કુલ ૨૯ કોવિડ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે.
પોર્ટલને તૈયાર કરનાર પ્રોબેશનર આઇ.એ.એસ શ્રી યોગેશ કાપસે જણાવ્યું હતું કે, હિંમતનગરમાં ૪૯૭, ઇડરમાં ૧૧૫, ખેડબ્રહ્મામાં ૭૪, પોશીનામાં ૨૦, પ્રાંતિજમાં ૩૩, તલોદમાં ૩૧, વડાલીમાં ૧૮ અને વિજયનગરમાં ૧૬ મળી કુલ ૧૨૭૬ બેડની વ્યવસ્થા કરાઇ છે. જેમાં ઓક્સિજન સાથેના, વેન્ટીલેટર સાથેના અને અન્ય બેડની તમામ વિગતો આ પોર્ટલમાં છે. આ ઉપરાંત કોરોનાની સામાન્ય લક્ષણો, તેની સારવાર અને અન્ય જાહેરનામાથી માંડી દવાઓની ઉપલબ્ધિનો સમાવેશ કરાયો છે.
www.sabarkanthacovid.com વેબસાઇટ પર જઇ કોઇપણ સામાન્ય નાગરીક હવે સરળતાથી માહિતી મેળવી શકશે

 

 

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20210601-WA0064.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!