પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુની અખિલ ભારતીય સંત સમાજના આમંત્રીત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી

પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુની અખિલ ભારતીય સંત સમાજના આમંત્રીત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી
Spread the love

પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુની અખિલ ભારતીય સંત સમાજના આમંત્રીત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી

અખિલ ભારતીય સંત સમાજ દ્વારા ભયલુબાપુ ની આમંત્રીત સભ્ય તરીકે વરણી કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ સમગ્ર દેશના સંતો દ્વારા આવકારી ભયલુબાપુ ને આશીર્વાદ પાઠવવામાં આવ્યા

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ વિસામણબાપુ ની જગ્યા પંચાળ ભૂમિ માં આવેલી આ વિહળાનાથની જગ્યા માં લાખો ની સંખ્યા માં સેવકો,હરિભક્તો આ દેહાણ જગ્યા માં દર્શનાર્થે આવે છે. શ્રદ્ધા સાથે કરેલ પ્રાર્થના થી ફળ મેળવે છે તેવી આ જગ્યા ના મહંત પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ નિર્મળાબા ના દર્શન થી આવનાર ભક્ત પોતાના જીવન ને ધન્યતા અનુભવે છે.ત્યારે પાળીયાદ ગામે આવેલ આ વિહળાનાથ ની આ જગ્યા માં ૨૪ કલાક હરીહર પ્રસાદ ચાલુ હોય છે.પાળીયાદ વિહળાનાથ ની જગ્યામાં આવતા ભક્તો ને કોઈપણ પ્રકારની અગવડ નો પડે તે માટે સતત ચિંતા કરતા જગ્યાના સંચાલક ભયલુબાપુ પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા નો ખુબજ વિકાસ કરી સમગ્ર દેશ માં જગ્યાની કંઈક અલગ જ ઓળખ ઉભી કરી છે.વિહળાનાથ ની જગ્યા ના સંચાલક ભયલુબાપુ વિશે તો જેટલું લખી એ એટલુ ઓછુ છે.કારણ કે ભયલુબાપુ એ વિહળનાથ ની જગ્યા માં ખુબ જ વિકાસ કર્યો છે અને જગ્યા ને એક નવી ઉંચાઈ એ લઈ ગયા છે.વિસામણબાપુ ની જગ્યા ના સતત વિકાસના કાર્ય માં રહેતા ભયલુબાપુ નું સંચાલન બિરદાવા લાયક છે.જગ્યામાં આવતા દરેક ભક્તો ને અહીં એક સરખો આવકારો મળે છે.ત્યારે અખિલ ભારતીય સંત સમાજ દ્વારા ભયલુબાપુ ની આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ છે જેને સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ સમગ્ર દેશ ના સંતો દ્વારા આવકારી ભયલુબાપુ ને આશીર્વાદ પાઠવવામાં આવેલ છે.વિહળાનાથ ની જગ્યા ના શુભચિંતકો તેમજ સેવકગણ તથા ભક્તો એ ભયલુબાપુ ને અખિલ ભાયતીય સંત સમાજ ના આમંત્રીત સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે…

રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર

IMG-20210602-WA0012-1.jpg IMG-20210602-WA0013-2.jpg IMG-20210602-WA0011-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!