કડી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આત્મ નિર્ભર બનવામાં મદદ કરનાર કર્મનિષ્ઠ વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ

કડી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આત્મ નિર્ભર બનવામાં મદદ કરનાર કર્મનિષ્ઠ વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ
Spread the love

સ્વદેશી જાગરણ મંચ – કડી દ્વારા રવિવાર તા.13 સપ્ટેમ્બર ના રોજ શિશુ મંદિર વિદ્યાલય ખાતે કોરોના ના કપરા સમય દરમ્યાન જરૂરિયાતમંદો તથા આર્થિક રીતે પડી ભાંગેલ લોકો ને ફરી બેઠા થવામાં મદદરૂપ બન્યા હોય એવા 30 જેટલા ઉમદા અને કર્મશીલ લોકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં સ્વદેશી જાગરણ મંચ ની ટીમ – નટુભાઈ વી.પટેલ ( કડી તાલુકા સંયોજક ) , રૂદ્રભાઈ જોશી ( કડી તાલુકા સહ સંયોજક ) , અમૃતભાઈ ગુર્જર ( કડી નગર સંયોજક ) , દશરથભાઈ કડીયા ( કડી નગર સહ સંયોજક ) , ખોડાભાઈ પટેલ ( સાહેબ ) , બાબુભાઇ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા અન્યને મદદરૂપ થનાર કર્મવીર ભાઈઓ બહેનોનું સૂતર ની માળા તથા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ( અધ્યક્ષ – સ્વદેશી આત્મનિર્ભર સ્વાવલંબન મંચ – ગુજરાત તથા પૂર્વ સાંસદ – સાબરકાંઠા ) , ચૈતન્યભાઈ ભટ્ટ ( ગુજરાત પ્રાંત સહ સંયોજક – સ્વદેશી જાગરણ મંચ ) , ગીરીશભાઈ વ્યાસ ( જિલ્લા સંયોજક – સાબરકાંઠા ) , પૂજ્ય માતાજી શાંતાપુરીજી ( સન્યાસ આશ્રમ – કરણ નગર ) , શારદાબેન પટેલ ( પ્રમુખ શ્રી – કડી નગરપાલિકા ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કડીની વિવિધ સંસ્થાઓ જેવી કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ , વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગાવાહીની , ભાજપ , કડી નગરપાલિકા , લાયન્સ કલબ , જેસીસ કલબ , રોટરી કલબ , નારી એકતા મંચ , કિસાન સંઘ , વગેરેના પ્રમુખ તથા ઉપ-પ્રમુખો એ પણ હાજરી આપી હતી.

IMG-20200914-WA0032.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!