ઉકાઈ ડેમ 90 ટકા ભરાયો, સપાટી 341.01 ફૂટ પર પહોંચી

સુરતઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.ઉકાઈ ડેમ ડેન્જર લેવલ 345 ફૂટથી માત્ર 4 ફૂટ જ દૂરબંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે. જેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જો કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે.
હાલ સપાટી 341.01 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી હાઈ એલર્ટ લેવલ નજીક અને ડેન્જર લેવલથી માત્ર 4 ફૂટ દૂર છે.ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો વિતેલા 24 કલાકમાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં 21 રેઇન ગેજ સ્ટેશનમાં કુલ 8 ઇંચથી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભુસાવલમાં 4 ઇંચ અને બુરહાનપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારે બપોરે 12 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 341.01 ફૂટ નોંધાઇ છે. હાલની સપાટી રૂલ લેવલ 340 ફૂટ વટાવી ચૂકી છે ડેમ હાલમાં 90 ટકા ભરાઇ ગયો છે. હાલની સપાટી ભયજનક 345 ફૂટથી માત્ર 4 ફૂટ જ દૂર છે.