મોડાસા પાસે કારમાંથી રૂપિયા દોઢ કરોડનું ચરસ ઝડપાયું : 16 કિલો ચરસ સાથે કાશ્મીરીની અટકાયત

Spread the love

અરવલ્લી જિલ્લાની સરહદો વિદેશી દારૂના બૂટલેગરો માટે સ્વર્ગ સમાન બન્યા પછી ડ્રગ માફિયાઓ માટે સલામત બની છે. જેમાં મંગળવારે એનસીબીની ટીમે બાતમીના આધારે મોડાસા પાસે વોચ ગોઠવી વેગનઆર કારમાં રૂપિયા દોઢ કરોડની કિંમતના ૧૬ કિલો ચરસના જથ્થા સાથે કાશ્મીરી ઇસમની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. આ અગાઉ પણ શામળાજી સરહદેથી વાહનોમાં સંતાડીને લઇ જવાતા માદક દ્રવ્યો પકડાયા છે ત્યાં ફરી એક બાર માતબર રકમનો નશીલો પદાર્થ પકડાતા નાર્કોટિક્સ બ્યુરો ની ટીમ ચોંકી ઉઠી છે અને સદર ચરસ ક્યાંથી કોણે આપવા માટે લઈ જવાનું હતું તેની તપાસ માટે આરોપીને કોર્ટ માં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

ઉલેખનીય છે કે સ્થાનિક પોલીસ ઊંગતી રહી અને એનસીબીએ ચરસ ની હેરાફેરી પકડતા પોલીસ ઉંગતી ઝડપાઇ છે.આ લખાય છે ત્યારે ચરસ સાથે ઝડપાયેલા કાશ્મીરી ની ભૂમિકા ડ્રગ્સ રેકેટમાં કેવી અને કેવા પ્રકારની છે તેની વિગતો જાહેર કરવા માટે પ્રેસ વાર્તા યોજાઈ શકે છે. જોકે હાલ સ્થાનિક પોલીસ પાસે કાગળ ઉપર કોઈ વિગતો આવી ન હોવાનું જાણવા મળ્યું છે. જે રીતે સરહદે થી વિદેશી દારૂ અને હવે માદક દ્રવ્યોની હેરાફેરી થઈ રહી છે તે જોતાં તપાસના તાર અજમેર થઈ કાશ્મીર સુધી પહોંચે તેવી સંભાવના છે.

દિનેશ નાયક, સરડોઈ

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!