2 બાળકોને છોડી બોયફ્રેન્ડ સાથે રહેવા જામનગર આવેલા પરિણીતા પસ્તાઇ

Spread the love
  • સોશિયલ મીડિયા પર દિલ્હીની યુવતી ફસાઇ

દિલ્હી પરિણિતાને જામનગરમાં રહેતા એક નેપાળી યુવક સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ પ્રેમ થયો હતો. યુવકે સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ પરિણિતાને જામનગર રહેવા આવવા માટે જણાવતા પરિણિતાએ પોતાના બે સંતાનને છોડીને લોકડાઉન દરમિયાન જામનગર તેના બોયફ્રેન્ડ પાસે આવી હતી. બાદમાં પરિણીતાને બોયફ્રેન્ડ ધીમે ધીમે માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા હતા.જે અંગેની સ્થાનિકો દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન જામનગરને જાણ કરી હતી. જાણ થતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી પરિણીતાને મદદ સખી વન સ્ટોપ કેન્દ્રમાં આશ્રય માટે મોકલી આપી હતી. જામનગરના એક નેપાળી યુવકનો દિલ્હીની એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો.

બન્નેની વાતચીત આગળ વધતા યુવતી પરિણીત હોવાનું અને બે સંતાન હોવાનું યુવકને જણાવ્યું હતું. પ્રેમસબંધ પાંગરતા યુવકે યુવતિને લગ્નની લાલચ આપી જામનગર રહેવા આવવાનું કહ્યું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન પરિણીતી સંતાનોને છોડી જામનગર બોયફ્રેન્ડ સાથે રહેવા આવી હતી. દરમિયાન જામનગરના દિગ્જામ સર્કલ પાસે એક ફ્લેટમાં રહેવા હતા. બોયફ્રેન્ડ દ્વારા પરિણીતાને માર કુટ કરતા હોવાની સ્થાનિકો દ્વારા અભયમની ટીમે જાણ કરતા ૧૮૧ જામનગર કાઉન્સેલર ગીતાબેન બાવરવા અને એ એસ આઇ મેરૂનબેન, પાયલોટ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યા હતા.પિડિત યુવતીનું કાઉન્સેલીંગ કરી સખી વનસ્ટોપ કેન્દ્રમાં આશ્રય માટે મોકલી આપી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!