જૂનાગઢ પોલીસે મારામારી, ધાકધમકી સહિતના ગુન્હાના આરોપીના વધુ 12 ગુન્હાઓ સામે આવ્યા

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફના અનકભાઇ, વિક્રમસિંહ, રવિરાજસિંહ, વનરાજસિંહ, સુભાષભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, માલદેભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં સીસીટીવી નુકશાન કરવાના કેસમાં તથા રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCTOC) એકટ હેઠળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ ના ગુન્હામાં વોન્ટેડ પકડાયેલ આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં સીસીટીવી નુકશાન કરવાના કેસમાં તથા રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCTOC) એકટ હેઠળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના ગુન્હામાં વોન્ટેડના ગુન્હામાં પકડાયેલ આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે બીગાડના ગુન્હામાં સંડોવાયેલ આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં પાંચ છ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું.
પરંતુ, એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફના અનકભાઇ ,વિક્રમસિંહ, રવિરાજસિંહ, વનરાજસિંહ, સુભાષભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, માલદેભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ રહે. મતવા વાડ, જૂનાગઢની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ 2014ની સાલમાં જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં મારામારીના 02 કેસમાં, 2015ની સાલમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીગાડ તથા ધમકીના 01 કેસમાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ બીગાડ અને ધમકીના 01 ગુન્હામાં, 2016 ની સાલમાં પણ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ, આર્મ્સ એકટના 02 ગુન્હાઓમાં, 2018ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારી, પ્રોહીબીશનના 02 કેસમાં, 2019ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશ, મારામારી, રાયોટિંગ, બીગાડના 03 તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટના 01 મળી 04 ગુન્હામાં, 2020 ની સાલમાં રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના 01 ગુન્હામા તેમજ અવારનવાર અટકાયતી પગલાઓ મળી, એક ડઝન ઉપરાંત કેસમાં/ગુન્હાઓમાં પકડાયેલ આંતરજિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.
પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ આરોપી એહજાજ ફારૂકભાઈ બ્લોચ પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી નીકળ્યો હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCTOC) એકટ હેઠળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના ગુન્હામાં ગુન્હામાં બાકીના ગુન્હાનો પણ ઉમેરો કરવામાં આવશે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ