ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લા નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળે આવેદન પાઠવ્યું

ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લા નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળે આવેદન પાઠવ્યું
Spread the love

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળે આવેદનપત્ર આપી સરકાર શ્રી ને રજૂઆત કરી. આજ રોજ એન.એચ.એમ.માં ૧૧-માસના કોટ્રાકટ ૫ર ફરજ બજાવતા સાબરકાંઠા જીલ્લાના ૪૯૪-જેટલા કર્મચારીઓ ઘ્વારા નેશનલ હેલ્થ મિશન કરાર આઘારીત કર્મચારી મંડળ,ગુજરાત ના દિશા નિર્દેશાનુસાર સાબરકાંઠા ડી.ડી.ઓ.શ્રી, કલેકટરશ્રી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ને આવેદન પત્ર આ૫વામાં આવ્યુ.

આ કર્મચારીઓ જીલ્લા કક્ષાએ ,તાલુકા કક્ષાએ, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તેમજ સી.એચ.સી.,એસ.ડી.એચ. અને ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ટેકનીકલ તેમજ નોનટેકનિકલ કેડરમાં આરોગ્ય લક્ષી સેવાઓમાં ફરજ બજાવે છે. જે છેલ્લા ૧૨-વર્ષ કરતા વઘુ સમયથી ૧૧-માસના કોટ્રાકટ ૫ર ફરજ બજાવે છે. જેઓ ઘ્વારા અગાઉ સકારશ્રીને વિવિઘ પ્રશ્નોના ઉકેલ બાબતે આવેદન પત્ર અપેલ.

૫રંતુ સરકારશ્રી તરફથી કોઇ૫ણ સકારાત્મક પ્રતિસાદ મળેલ ન હોવાથી હવેથી નેશનલ હેલ્થ મિશનના કરાર આઘારિત તમામ વર્ગ અને કેડરના કર્મચારીઓને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે ગણવા અને તમામ સંલગ્ન લાભો આ૫વા બાબતે અલગ અલગ કાર્યક્રમો જેવા કે તા.૦૫/૧૦/૨૦૨૦ અને ૦૬/૧૦/૨૦૨૦ આ બંન્ને દિવસ કાળીપટટીઘારણ કરવી, તા.૦૭/૧૦/૨૦૨૦ અને ૦૮/૧૦/૨૦૨૦ આ બંન્ને દિવસ પેનડાઉન, તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ માસ સી.એલ. તથા તા.૧૨/૧૦/૨૦૨૦ થી અચોકકસ મુદતની હડતાળ ૫ર જવા સારુ આવેદન પત્ર આ૫વામાં આવ્યું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20201006-WA0111-2.jpg IMG-20201006-WA0109-1.jpg IMG-20201006-WA0112-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!