કડી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે મળે છે ડાયલીસીસની સેવા

- ગુજરાત સરકારના ડાયાલિસીસી પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને નિઃશુલ્ક સેવા
- કિડનીની બીમારી થી પીડાતા લોકોને મળી રહી છે નિઃશુલ્ક સેવા
- કડી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે મળે છે ડાયલીસીસની સેવા
- જિંદગી અને મોત વચ્ચે જજુમતા દર્દીઓ સરકારની નિઃશુલ્ક સેવા મળતા આભાર માની રહ્યા છે
- અહીં આવતા દર્દીઓને માઅમૃતન યોજનાનો લાભ અને ભાડું પણ સરકાર દ્વારા આપવામાં આવે છે
- વર્ષ 2013 થી કાર્યરત આ ડાયાલીસીસ સેન્ટર પર અત્યાર સુધી 26000 જેટલા ડાયાલીસીસ થયા છે
જીવન અને મરણ વચ્ચેની સફરમાં દર્દ અપાતી ઘડી એટલે બીમારી અને બીમારી સામે લડતા લડતા સૌ હતાશ થઈ જતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા હટીલી બીમારી કહી શકાય એવા કિડનીની તકલીફ માટે વારંવાર ડાયાલીસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા ગુજરાત ડાયાલીસીસ પ્રોજેકટ હાથ ધર્યો હતો જે આજે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે
મહેસાણા જિલ્લાના કડી સરકારી હોસ્પિટલ ખાતે વર્ષ 2013માં ગુજરાત સરકારના ડાયાલીસીસ પ્રોજેકટ અંતર્ગત 14 બેડ સાથે અદ્યતન ડાયાલીસીસ મશીનરી દ્વારા ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આજે આ સેમતરને 7 વર્ષ જેટલો સમય વિત્યો છે તેની સામે 26000 જેટલા ડાયાલીસીસની સેવા દર્દીઓને અહીં થઈ મળી શકી છે.
મહ્ત્વનું છે કે કિડનીની બીમારી થી પીડાતા દર્દીઓ માટે રક્તનો બદલાવ કરવો જરૂરી હોય છે ત્યારે આવા દર્દીઓ માટે ખાનગી કે પ્રાઇવેટ ક્ષેત્રે ડાયાલીસીસ કરાવવું ખર્ચાળ બનતું હોય છે જોકે કડીની આ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ હવે નિઃશુલ્ક ડાયાલિસિસ કરાવી સારવાર લઈ રહ્યા છે સાથે જ માં અમૃતમ યોજનાના લાભ સાથે દર્દીઓને હોસ્પિટલ આવવા જવા સહિત ભાડાના ખર્ચ પેટે આર્થિક સહાય પેટે રોકડ રકમ પણ ચુકવવામાં આવે છે. કડી સરકરી હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટર પર સારવાર લેતા દર્દીઓ અગાઉ પોતે ખાનગી જગ્યા પર અતિ ખર્ચમાં ડાયાલીસીસ કરાવતા હતા અને હાલમાં નિઃશુલ્ક ડાયાલીસીસની સારી સેવા ઘર આંગણે જ મળી જતા સરકારનો આભાર માની ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.