મહેંગાઈ દાયણ માર ગઈ : શાકભાજીની સાથે કઠોળ દાળમાં ભાવ વધારો
સરડોઇ : મોંઘવારી રાજાની કુંવરીની જેમ વધી રહી છે.જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી આમ આદમીનું જીવન દુષ્કર બન્યું છે. શાકભાજી ના ભડકે બળતા ભાવ માં હવે કઠોળ દાળ પણ મોંઘી થઈ છે.છેલ્લા કેટલાક સમય થી કઠોળના ભાવ નિયંત્રણાં રહ્યા ન હોય તેમ હાલ પ્રતિ કિલો દીઠ ભાવમાં રૂ. ૨૦ નો વધારો થયો છે. ખાદ્યચીજ વસ્તુ ઓ ના વધતા ભાવ બાબતે સરકારે હાથ ઉંચા કરી નાખતા ગરીબ પરિવારો ની ભોજન ની થાળી માં થી શાકભાજી અદ્રશ્ય થયા પછી કઠોળ ગાયબ થવાની સ્થિતિ નિર્માણ પામી છે.
શાકભાજી ના ભાવ માં કમરતોડ વધારો થતાં લોકો કઠોળ દાળ ખાઈ ચલાવી લેતા હતા પરંતુ તુવેર, અડદ, મગ અને ચણા દાળ સહિતની દાળ માં એકાએક વધારો થયો છે જેથી બે ટંક ભોજન માં શું ખાવું તે સવાલ ગરીબ અને મઘ્યમવર્ગને સતાવી રહ્યો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત માં સારા વરસાદ થી પાક ઉપજ માં ઉત્પાદન વધવાથી મોંઘવારી ઘટશે તેવી આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે.
કઠોળના ભાવ પ્રતિ કિલો તુવેર રૂ.૧૦૫, અડદ રૂ.૧૦૦, મઠ રૂ.૯૫, ચણા રૂ.૬૫, મગ રૂ.૯૫, ચણા રૂ.૬૫,મોગર દાળ રૂ.૯૦,,મગ દાળ રૂ.૯૦, મસૂર દાળ રૂ.૯૫
દિનેશ નાયક, સરડોઇ