મોરબીના રામધન આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શ્રધ્ધાભેર યોજાયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ.ખાતે મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં તાજેતરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે યજ્ઞ ,પ્રસાદ , સાંજે ઉમિયા માતાજીની મહાઆરતી, રાસ ગરબા, કુમારિકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોરોનાને લઈને મર્યાદિત લોકોની હાજરીમાં આ ધાર્મિક કાર્યક્રમો શ્રધ્ધાભેર યોજાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા મુકેશ ભગત, રતનબેન, દિલીપ મહારાજ, દેવકરણભાઈ ,ખીમજી બાપા, મહાદેવ ભગત, દલસુખભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી