મોરબી : રસોઈ મામલે ઝઘડો, યુવાને માતા અને બહેનની હત્યા કરી

મોરબીના જીકીયારી નજીક ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી અને યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ પણ બંનેમાંથી એકપણ ટસની મસ ના થતા ગુસ્સે થયેલા યુવાને માતા અને બહેનને ધારિયાના ઘા ઝીકી દેતા માતા અને બહેનના કરુણ મોત થયા છે. ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જીકીયારી ગામે રહેતા કસ્તુરબેન સવજીભાઈ ભાટીયા (ઉ.વ.૭૦) અને તેની પુત્રી સંગીતાબેન (ઉ.વ ૩૫) વચ્ચે રસોઈ બનાવવા મામલે ઝઘડો થયો હતો.
રાત્રી ભોજનને લઈને માતા-પુત્રી વચ્ચે ઝઘડો થતા યુવાને રોષે ભરાઈને માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંકી દેતા માતા અને બહેનના કરુણ મોત થયા હતા જે બનાવ મામલે મુકેશ બાબુભાઈ ભાટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાબાપુના દીકરા દેવશી સવજીભાઈ ભાટિયાએ ભાભુ કસ્તુરબેન અને સંગીતાબેનને રાત્રીના રસોઈ બાબતે બોલાચાલી થતા દેવશી ભાટિયાએ ઉશ્કેરાઈ જઈને ધારિયાના ઘા ઝીકી તેના ભાભુ અને બહેન સંગીતાની હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે ડબલ મર્ડરના બનાવની નોંધ કરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
રીપોર્ટ : જનક રાજા, મોરબી