મોરબીના રામધન આશ્રમે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ દર્શન યોજાશે
મોરબીમાં નૂતન વર્ષ નિમિતે મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ દર્શન તેમજ બીજના દિવસે બીજનો પાટ સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી રામધન આશ્રમ ઉમિયા માતાજી મંદિર ખાતે તા. ૧૬ ના રોજ સવારે 9 થી ૧૧ કલાકે અન્નકૂટ દર્શન અને આરતી દર્શન યોજાશે તેમજ બીજનો પાટ તા. ૧૭ ના રાત્રે પુરાશે ભક્તોએ કોરોના ગાઇડલાઈન્સના પાલન સાથે દર્શનનો લાભ લેવા મહંત ભાવેશ્વરી માંની યાદી જણાવે છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી