મોરબી જીલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાયા, 14 ડીસ્ચાર્જ

- મોરબી જીલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મોર્બીવાસીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો જીલ્લામાં વધુ ૨૨ કેસ નોંધાયા છે તેમજ ૧૪ વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે
મળતી માહિતી મુજબ દિવાળીના પાવન પર્વની શરૂઆત થઇ ચુકી છે ત્યારે હાલ કોરોનાની મહામારી સતત વધી રહી છે અને લોકોને સાવચેતી સાથે તહેવારની ઉજવણી કરવા માટે સરકારે દ્વારા અપીલ કરવામાં આવી છે પરંતુ મોરબી જીલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અનેવ વધુ ૨૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો ૧૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જેમાં મોરબી તાલુકામાં ૧૪ કેસ, વાંકાનેર તાલુકામાં ૨ કેસ,હળવદ તાલુકામાં ૫ કેસ અને માળિયા તાલુકામાં ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે તો વધુ ૧૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપવમાં સફળ રહ્યા છે.છે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસ ૨૩૭૩, અત્યાર સુધીમાં સાજા થયા ૨૦૮૮, આજ દિન સુધીમાં મૃત્યુ ૧૭ તેમજ એક્ટીવ કેસ ૧૫૨ છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી