મોરબીના 200 વર્ષ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે ધનતેરસના અવસરે પૂજન-અર્ચન કરાયું

મોરબીના 200 વર્ષ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે ધનતેરસના અવસરે પૂજન-અર્ચન કરાયું
Spread the love

મોરબી : હિન્દૂ સંસ્કૃતિ તેમજ વૈદિક પરંપરામાં વિષ્ણુભાર્યા લક્ષ્મીજીનું સદીઓથી પૂજન થતું આવ્યું છે. ખાસ કરીને દિવાળીના એક દિવસ પૂર્વે આવતી ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજનનું ખાસુ મહત્વ રહેલું છે. મોરબીમાં આશરે ૨૦૦ વરસ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે પરંપરાગત લક્ષ્મીપૂજન કરાયું હતું. મોરબીના દરબારગઢ સ્થિત ૨૦૦ વરસ પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિર ખાતે આજે ધનતેરસના પાવન પર્વ પર પૂજારી રમેશભાઈ ભટ્ટ સહિતના દ્વારા મહા લક્ષ્મીપૂજન તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સેંકડો ભાવિકોએ આરતી-દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તમામ માનવજાતની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી. આજે સાંજે પણ મંદિરમાં મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજથી ૧૨૫ વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. ત્યારબાદ ૨૦૧૯માં ફરી એકવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજાશાહીના સમયે નિર્માણ પામેલું આ મંદિર ભક્તોની આસ્થાના કેન્દ્ર સ્થાને રહેલું છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

18-51-29-d47791ed-672d-490e-a1c7-a24ef4dc7f27-768x576-2.jpg 18-51-23-16d5b82b-1592-465d-98b1-20aea741d373-768x576-1.jpg 18-51-20-6da6caaf-e7ad-488a-9b4a-d3b9a9419091-768x576-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!