મોરબીના જળમાયું માતાજીના મંદિર ખાતે નૂતન વર્ષ પર્વ પ્રસંગે અન્નકૂટ દર્શન યોજાયો

મોરબી : મોરબીમાં નૂતન વર્ષ પર્વ પ્રસંગે જળમાયું માતાજીના મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી ,સ્નેહ મિલન સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી ભકિત નગર સર્કલ પાસે આવેલ રાજા-રાજાણી પરિવાર ના કુળદેવી શ્રી જળમાયું માતાજીના મંદિર ખાતે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે બપોરે ૧૨ વાગે મહાઆરતી અને અન્નકુટ દર્શન ,સ્નેહ મિલન સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રાજા-રાજાણી પરિવારના બહોળી સંખ્યામાં કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી