મોરબીમાં શિક્ષણ સહાયક ભરતીના 17 ઉમેદવારોને નિમણુંક હુકમ અર્પણ કરાયા

મોરબી : શિક્ષણ વિભાગ, ગુજરાત નિયામક, શાળાઓની કચેરી – ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધીકારી કચેરી, મોરબી દ્વારા આયોજિત સરકારી ઉ.મા. શાળામાં શિક્ષણ સહાયક ભરતી – નિમણુંક હુકમ એનાયત કાર્યકમ અન્વયે કુલ 20 ફાળવેલ પૈકી 17 ઉમેદવારોને નિમણુંક હુકમ આપવામાં આવેલ છે. જેમાં 03 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. આ વેળાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાનો ધ્વનિ સંદેશ ઉપસ્થિત ઉમેદવવારોને સંભળાવવામાં આવ્યો હતો.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)