મોરબી જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સેવા કાર્યરત કરાઈ

મોરબી જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સેવા કાર્યરત કરાઈ
Spread the love
  • સામાજીક કાર્યકરો, આગેવાનો, અને હોસ્પિટલ પ્રસાશન ની રજુઆત ફળી

મોરબી : મોરબીની સિવીલ હોસ્પિટલ માં લાંબા સમય થી વિવિધ ડોકટરોની ધટને લઈ સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ પ્રસાશન દ્વારા અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. મોરબી ને જીલ્લા નો દરજ્જો આપવામાં આવ્યો તે પહેલા ની મોરબી સિવીલ હોસ્પિટલ માં મહત્વપૂર્ણ ડોકટરોની ધટ હોય જેથી શહેરના સામાજીક કાર્યકરો, રાજકીય આગેવાનો, અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી.

જેથી ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ના અધિક નિયામક (તબીબી સેવા) અને અધિક નિયામક (મેડીકલ એજ્યુકેશન) દ્વારા મોરબી સિવીલ હોસ્પિટલ માં ઈએનટી ડોકટરોની નિમણુંક કરવામાં આવતા હોસ્પિટલ ના રૂમ નંબર : ૭ માં ઈએનટી (કાન,નાક,અને ગળા) ઓપીડી શરૂ કરવામાં આવી છે. તો ઈએનટી સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલ ના અધિક્ષક ડો. પી. કે. દુધરેજીયા, અને ઈન્ચાર્જ આરએમઓ ડો. શૈલેષ પટેલે અનુરોધ કર્યો છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

IMG-20180209-WA0014.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!