જૂનાગઢ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરવામાં આવ્યો

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ, અમૃતરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ સામાનનો વેપાર અને ત્રણ જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટર એવા ફરિયાદી રજનીકાંત ઉર્ફે રાજુભાઇ હરિભાઈ વાછાણી જાતે પટેલ ઉવ. 39 રહે. ઝાંઝરડા રોડ, અમૃતરાજ એપાર્ટમેન્ટ, બોલક ન. એ-3, જૂનાગઢ દ્વારા *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ને રૂબરૂ મળી, પોતે એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન, જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો વેપાર કરે છે અને પોતાનું ગોડાઉન દોલતપરા હીરો હોંડા શો રમ વાળી ગલીમાં આવેલ હોઈ, આ ગોડાઉનનું પતરું તોડી, કોઈ ચોર દ્વારા ગોડાઉનમાં પ્રવેશ કરી, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન, વિગેરે સામાનની ચોરી કરેલાની હકીકત જાણવા મળી હોય, એ ડિવિઝન પોલીસને ફરિયાદીને સાંભળી, કાયદેસર કરવા સૂચના કરતા, પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા આ ચોરીમાં આ ગોડાઉનમાં જ ચોકીદાર તરીકે કામ કરતા રાજુભાઇ બચુભાઇ બાવાજી તથા તેના મળતીયા સચિન દિલીપભાઈ ચૌધરી સંડોવાયેલ હોવાનું તથા ગોડાઉનમાં વેરીફાય કરતા, ગોડાઉનમાંથી ડાઈકિંગ કંપનીના એ.સી. 04, વોલ્ટસ કંપનીના એસ.સી. 14, વિડીયોકોન કંપનીના એસ.સી. 07, હિટાચી કંપનીના એ.સી. નંગ 22, વર્લપુલ કંપનીના એ.સી.નંગ 07, વર્લપુલ કંપનીના ફ્રીજ નંગ 29, વર્લપુલ કંપનીના વોશિંગ મશીન નંગ 05 મળી, કુલ કિંમત રૂ. 21,11,374/- ની ચોરી થયાનું માલુમ પડતા, ફરિયાદી રજનીકાંત ઉર્ફે રાજુભાઇ હરિભાઈ વાછાણી જાતે પટેલ ઉવ. 39 રહે. ઝાંઝરડા રોડ, અમૃતરાજ એપાર્ટમેન્ટ, બોલક ન. એ-3, જૂનાગઢએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી, તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…._
*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, મોહસીનભાઈ, પો.કો. વિક્રમસિંહ, સુભાષભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઇ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપીઓ *(1) રાજુભાઇ બચુભાઇ રાયપરા જાતે બાવાજી ઉવ. 28 રહે. મજેવડી દરવાજા બહાર, ભારત મિલના ઢોરે, જગદીશ મીલ ના કમ્પાઉન્ડમાં, દોલતપરા, જૂનાગઢ તથા (2) સચિન દિલીપભાઈ ચૌધરી આદિવાસી ઉવ. 23 રહે. જોશીપરા નંદનવન મેઈન રોડ, માધવ એપાર્ટમેન્ટની પાછળ, જૂનાગઢ* ને પકડી પાડી, ધરપકડ કરી, સઘન પૂછપરછ કરવામાં આવતા, *છેલ્લા એકાદ વર્ષના ગાળામાં થોડા થોડા કરીને ગોડાઉનમાંથી રાત્રીના સમયે એ.સી., ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન, એલઇડી ટીવી, વિગેરે સામાનની ચોરી કરેલાની કબૂલાત* કરવામાં આવેલ હતી….._
એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડની માંગણી કરતા, નામદાર કોર્ટ દ્વારા *દિન 03 ના પોલીસ રીમાન્ડ* મેળવી, પૂછપરછ દરમિયાન બને આરોપીઓ *પોપટ બની ગયા* હતા અને *બંને આરોપીઓ દ્વારા કરવામાં આવેલ કબૂલાત આધારે જૂનાગઢ, ભાણવડ, વિગેરે જગ્યાએથી જુદી જુદી કંપનીના એર કંડીશન નંગ 40, ફ્રીજ નંગ 11, વોશિંગ મશીન 08, ટીવી 01, ઓવન 01, એસી નું આઉટડોર નંગ 02, દાઢી કરવાના ટ્રિમર નંગ 08 મળી કુલ રૂ. 16,46,900/- નો મુદ્દામાલ કબજે* કરવામાં આવેલ છે….._
પકડાયેલા બંને આરોપીઓએ આ જ ગોડાઉનમાંથી હજુ અન્ય સામાન પણ ચોરી કર્યા અંગેની શંકા આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી, વધુ પોલીસ રીમાન્ડની માંગણી સાથે રજુ કરવા તજવીજ હાથ ધરી, વધુ મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે…._
આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે ઇલેક્ટ્રોનિક્સ સામાનના ગોડાઉનમાં થયેલ લાખોના સામાનની ચોરીના ગુન્હાના આરોપીઓને પકડી પાડી, ચોરી કરવામાં આવેલ આશરે 17 લાખ નો મુદામાલ કબજે કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ* કરવામાં આવેલ છે…._
વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._
રિપોર્ટ
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ