જાફરાબાદ ફીસીગ કરવા જતાં દરિયામાં પડી જતાં મૃત્યુ

ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદ થી 45 થી 50 નોટીકલ માઈલ ફીસીગ કરવા ગયેલી બોટ મચ્છી પકડવા ની જાળનાખી રહ્યા ત્યારે અચાનક પવન સાથે મોજાં ઉછળી રહ્યા ત્યારે એક ખલાચી ને પગ મા જાળ ફસાઈ ત્યારે દરીયામાં પડવાથી મૃત્યું થયું હતું.
તા,૨૪/૧૧/૨૦ ના રોજ જાફરાબાદ થી ૪૫ થી ૫૦ નોટીકલ માઈલ ફીસીગ કરવા ગયેલી બોટ મચ્છી પકડવા માટે દરીયા મા જાળ નાખી રહ્યા હતા ત્યારે અચાનક પવન ફૂંકાયો અને મોજા ઉછળ્યા જાળ નાખતા હતા ત્યારે બોટ મા રહેલા ૮ ખલાસી પોત પોતાની રીતે કામ કરી રહ્યા હતા અચાનક એક ખલાસી” વિકેશ શ્યામભાઈ સોલંકી” ના પગમાં જાળ સાથે બાંધેલી દોરી વિંટાળી જવાથી તે જાળ સાથે ખેંચાઈ ગયો , બીજા ખલાસી આ દુર્ઘટના જોઈ તેને બચાવવા દરીયામા કુદી ગયા પરંતુ પવન અને મોજા ને કારણે મરણ ગયેલ વ્યક્તિ જાળમાં ફસાઈ ગયો જેથી બીજા ખલાસી તેને બચાવવા માટે દરીયા માંથી જાળને ઝડપથી બોટમાં ખેંચવા લાગ્યા.
તેમને એવો વિશ્વાસ હતો કે ” વિકેશ” ની જાન બચી જશે પરંતુ અડધી જાળ ખેંચી ત્યારે મૃત્યુ પામેલ હાલતમાં જાળની અંદર દેખાણો, ખલાસી ઓ એ તાત્કાલિક બોટમાં લીધો અને તપાસ કરી તો મૃત્યુ પામેલ હતો,જે બોટમાં બનાવ બન્યો તે બોટનુ નામ ” માટેલ ધરા” છે આજ માલીકીની અન્ય બોટ પણ સાથે રહી અને જાફરાબાદ બંદરે રાત્રે ૮ થી ૯ વાગ્યા ના સમયે પહોંચી આ સમયે ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેટી ઉપર એમ્બ્યુલન્સ બોલાવી અને ડેડબોડી ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ , યુવાન મોતને કારણે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન તેમજ હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરી અને ડેડબોડી તેમના સ્વજનોને સોંપી દીધી.
અગાઉ ઘણી ઘણી વખત દરીયાઇ ૧૦૮ ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે રજુઆતો કરવામાં આવેલ છે જો આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો માછીમારોને દરિયામાં જ સારવાર આપી શકાય અને આવા અનેક માછીમારો ની જાન બચાવી શકાય જેથી સરકાર શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે ૧૦૮ ની સુવિધા જાફરાબાદ ને આપવામાં આવે , તેવી માછીમાર સમાજ વતી કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ ની માંગણી અને લાગણી છે
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)