ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠમા સેનેટરાઇઝર અને ચેમ્બર બંદ હાલતમાં

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે, અંબાજી મંદિર ગુજરાત અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે આ મંદિર ને અનલૉક 1 મા નિયમો અને શરતો સાથે ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને ત્યારથી આજદિન સુધી ખુલ્લું છે પરંતુ નવાઈ ની વાત એ છે કે અંબાજી મંદિર ખાતે હાલ મા ભક્તો માટે સેનેટરાઈઝર ની વ્યવસ્થા જૉવા મળતી નથી અને ભક્તો મંદિર ખાતે દર્શન કરવા આવે ત્યારે પણ સુરક્ષાકર્મી તેમને માત્ર માસ્ક પહેરીને આવવાની વાત કરે છે.
ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે કોરોના કહેર મા મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે ત્યારે આ મંદિર ખાતે ભક્તો ની ભારે ભીડ દર્શન કરવા આવે છે પરંતુ અંબાજી મંદિર ખાતે મોટા ભાગના પોઇન્ટ પર સેનેટરાઈઝર ની કોઈજ વ્યવસ્થા જોવા મળતી નથી,અંબાજી મંદિર નવું શરૂ થયું હતું ત્યારે જગ્યા જગ્યા પર ભક્તોને સેનેટ રાઈઝર આપવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અંબાજી મંદિર ખાતે સેનેટરાઈઝર ની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી જેને લઇને માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે, અંબાજી મંદિર ખાતે ભક્તો માટે ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તાત્કાલિક સેનેટરાઈઝર ની વ્યવસ્થા અને બંદ પડેલી ચેમ્બર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
અંબાજી મંદિરમાં સેનેટરાઈઝર ના ખર્ચા ની તપાસ કરવાની માંગ ઊઠી
દેશના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં કોરના કહેરમાં અનલૉક 1 મા અંબાજી મંદિર ખોલવામાં આવ્યું હતું પરંતુ આ મંદીર મા સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે સેનેટ રાઈઝર ના નામે ખોટા ખોટા ખર્ચાઓ અને ખોટા ખોટા બિલો બની રહ્યા છે જેની તટસ્થ તપાસ થાય તો વહીવટી શાખા ને મોટા માથાઓના નામ બહાર આવી જાય તેમ છે, અંબાજી મંદિરની વહીવટી શાખા છેલ્લા કેટલાય સમયથી પોતાની કામગીરીના કારણે વિવાદોમાં રહી છે
અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ કરે તો કોઈ દંડ નહીં અને દુકાનદાર ભીડ કરે તો દંડ?
યાત્રાધામ અંબાજીમાં પોલીસ તરફથી અંબાજી ભૈરવજી મંદિર પાછળ આવેલા દુકાનદાર પર જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ અંબાજી મંદિરમાં સવારથી સાંજ સુધી માય ભક્તોની ભીડ કરે તો તેમની ઉપર પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી.
શું માત્ર અંબાજીના નાના વેપારી અને ત્યાં જ ભીડ દેખાય છે પોલીસને? અંબાજી ગામમાં નાના નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગાર શરૂ કરી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસ મંદિરમાં હાજર હોવા છતાં કેમ માઇભકતો ના ટોળા સામે કાર્યવાહી કરતી નથી જે બાબત તપાસ માંગી લે છે.