ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પિતૃઓના અસ્થિવિસર્જન પર પ્રતિબંધ

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માની હરણાવ નદી માં ત્રિવેણી સંગમ ખાતે પિતૃઓના અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ.
સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન 2020 અંતર્ગત પ્રતિબંધ ફરમાવ્યો.
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ભૃગુરુષી મંદિર પાસે આવેલ હરણાવ નદીમાં ત્રિવેણી સંગમ ખાતે જુદા જુદા સમાજના લોકો પોતાના પિતૃઓના અસ્થિવિસર્જન, તર્પણ વિધિ અને સરામણા જેવી ધાર્મિક વિધિ માટે કારતક સુદ પૂનમ ના દિવસે દર વર્ષે મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે.
ખૂબ જ મોટા પ્રમાણમાંજનમેદની ભેગી થવાના કારણે social distancing તથા અન્ય બાબતોનું આ સમયે પાલન થઈ શકે તેમ નથી તથા કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે.
જેથી ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ભૃગુઋષિ મંદિર પાસે આવેલ હરણાવ નદીમાં ત્રિવેણી સંગમ ખાતે ધાર્મિક વિધિ માટે આવતા ઈસમો,વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાતા સાબરકાંઠા કલેકટર દ્વારા તારીખ 28 -11-2020 થી તારીખ 30- 11-2020 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
ઉત્તર ગુજરાતમાંથી આવતા દરેક સમાજના લોકો કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ સંદર્ભે તકેદારી રાખે.
સાથે જન હિત માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે જેની આમ જનતાએ નોંધ લેવા વિનંતી.
તેવું સાબરકાંઠા કલેકટર શ્રી દ્વારા બહાર પાડેલ જાહેરનામાં સંદર્ભે નાયબ કલેક્ટરશ્રી ખેડબ્રહ્માએ, મામલતદાર શ્રી ખેડબ્રહ્મા, પીએસઆઇ શ્રી ખેડબ્રહ્મા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ખેડબ્રહ્મા, અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા
મીડિયા દ્વારા ,વર્તમાનપત્રો દ્વારા લોકોને જણાવવામાં આવે તેવું જણાવેલ.
ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિશાલ બી. પટેલ નો ટેલિફોનિક સંપર્ક કરતા હરણાવ નદી ત્રિવેણી સંગમ ખાતે લોકો એકઠા ન થાય તે માટે ભૃગુઋષિ મંદિર પાસે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા