સુઈગામ તાલુકાના સોનેથની રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલમાં પડયું ગાબડું

સુઈગામ તાલુકા ના સોનેથ ની રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલ માં પડયું ગાબડું,ખેડૂત ના ખેતર માં ફરી વળ્યું પાણી,,,,,,,,,,
વધું પડતું પાણી છોડવાના કારણે ઓવરફલો થઇ જવાથી રામપુરા ડિસ્ટ્રિબ્યુટરી નર્મદા કેનાલ માં પડયું ગાબડું,,,,,,,,,,,,,,
સરહદી સુંઇગામ તાલુકા ના સોનેથ કચ્છ બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલ માં વધું પડતું પાણી છોડવાને કારણે કેનાલ ઓવરફ્લો થતા ઠાકોર રગનાથભાઈ સવદાનભાઈ ના ખેતર માં એક ગાબડું પડયું હતુ,આમ રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂત ના ખેતર માં પાણી ફરી વળ્યું હતુ,,,,
વારંવાર મૌખિક રજુઆત ખેડૂત ની હોવા છતા પણ છોડવામાં આવ્યુ હતુ વધું પડતું પાણી જેનાં કારણે આ નર્મદા કેનાલ માં ગાબડું પડી જતા નર્મદા વિભાગ ની બેદરકારી છ્તી થયી હતી, ઠાકોર રગનાથભાઈ ના ખેતર મા દર વરસે આ કેનાલ તુટી જાય છે અને જેના કારણે ખેડૂત ને વારંવાર નુકસાન થાય છે,આમ વારંવાર દર વખતે તુટી જતી કેનાલ થી થતા નુકસાન અંગે ખેડૂત દ્રારા નર્મદા વિભાગ માં આ કાયમી સમસ્યા નો અંત લાવવા અને કેનાલ નું કામ મજબૂત કરવા રજૂઆતો પણ કરેલ છે,આમ ખેડૂત ની રજુઆત ને ધ્યાને લયી નર્મદા વિભાગ રાધનપુર દ્રારા કોન્ટ્રાક્ટર દ્રારા કામગીરી કરવામાં આવી હતી.
પરંતું કામગીરી કરવામાં કોન્ટ્રાક્ટરો એ બેદરકારી રાખેલ હોવાથી આ રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ માં વધું પડતા પાણી ને કારણે ઓવરફ્લો થતા કેનાલ ની બાજુ માં નાખેલ માટી ધોવાઈ જતા ગાબડું પડી ગયુ હતુ,,હવે જોઈએ છીયે કે આ ખેડૂત ની સમસ્યા નો કાયમી અંત નર્મદા વિભાગ લાવશે કે પછી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી હાથ ધરશે તે તો આવનાર સમય જ બતાવશે,,,,
અહેવાલ : સોલંકી મનુભાઈ (સુઈગામ બનાસકાંઠા)