ધાનેરાના આલવાડા ગામે શાળા તેમજ મહાકાળીના મંદિરમાંથી મુદ્દામાલની ચોરી

ધાનેરા તાલુકામાં ચોરી થઈ તાલુકાના આલવાડા ગામના બં મંદિરોને ગત મંગળવારની રાત્રીએ અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી રોકડ રકમ સાથે અન્ય મુદ્દામાલની ચોરી કરી છે. ધાનેરા તાલુકાના આલવાડા ગામમાંથી બે જગ્યાએ ચોરીની ઘટના બની છે. ગઈકાલે સવારે પોતાના નિયત સમય પ્રમાણે આલવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો શાળાએ આવ્યા હતા. જ્યાં શાળાનો માલસામાન બહાર પડેલો નજરે પડ્યો હતો. શાળાના શિક્ષકો એ શાળાના ઓરડા જોતા મુખ્ય આચાર્યની ઓકીસનો તમામ માલસામાન વેરવિખેર પડયો હતો.
તિજોરીમા પડેલ શિક્ષણનું દફતર તેમજ અન્ય ચીજવસ્તુઓ જેમ તેમ પડી હતી. શાળાના ઓરડામા લાગેલા જ્ઞાનકુંજના પ્રોજેકટને પણ નુકસાન પહોંચડવા મા આવ્યું હતું. આ મામલે આલવાડા શાળાના શિક્ષકોએ ધાનેરા પોલીસ તેમજ ગ્રામજનોને જાણ કરી હતી. આથી ધાનેરા પોલીસના બીટ જમાદાર શાળાએ આવી તપાસ શરૂ કરી હતી. જેમાં શાળાની કોપ્યુટર લેબના તમામ મોનીટર તેમજ અન્ય કોપ્યુટરને લગતી ચીજવસ્તુઓ પણ ચોરી થઈ હતી. પોલીસ દ્વારા શાળાની આસપાસ તપાસ કરતા કોપ્યુટરના મોનીટર મળી આવ્યા હતા. જોકે લેપટોપ, એમલિફાયર સ્પીકર સહિતની મોંઘી વસ્તુઓ ચોરી થઈ હતી.
આ ઉપરાંત શાળાની નજીક આવેલા મહાકાળી મંદિરમાં પણ દાનપેટી ચોરી થયા હોવાનું પૂજારી પાસે જાણવા મળ્યું હતી. સવારે પોતાના નિયમ મુજબ મંદિરના પૂજારી મંદિરે આવ્યા હતા સવારે મંદિરની અંદર દાનપેટી નજરે પડી ન હતી. આ મામલે પણ ધારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મંદિરમાં થયેલ ચોરીની ઘટના સીસી કેમરામાં કેદ થઈ ગઈ હતી. ગામમાં એક સાથે સરસ્વતી મંદિર તેમજ મહાકાળીના મંદિરે રોકડ રકમ સાથે લાખો રુપિયા ના મુદદામાલની ચોરી થતા આવા તસ્કરોને પોલીસ પદ્ક માટે ગ્રામજનો રજુઆત કરી રહ્યા છે.
અહેવાલ : સોલંકી મનુભાઈ (સુઈગામ બનાસકાંઠા)