કોરોના વેક્સિન તૈયારી : વડોદરા જિલ્લામાં રસીકરણ માટે કલેક્ટરની બેઠક

કોરોના વેક્સિન તૈયારી : વડોદરા જિલ્લામાં રસીકરણ માટે કલેક્ટરની બેઠક
Spread the love
  • 50 વર્ષથી વધુ ઉંમરના અને 50 વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરાશે

કોરોનાની રસીકરણની પૂર્વ તૈયારીઓને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓની બેઠક યોજીને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી-2021 રોજ જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે અને 50 વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ, બિમાર એટલે કે કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરવા કર્મચારીઓની ટુકડીઓ દ્વારા સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

10થી 13 ડિસેમ્બર સુધી સર્વે પૂર્ણ કરીને 14 ડિસેમ્બરે ડેટા બેઝ આપી દેવાશે

પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ચૂંટણી વખતે જે રીતે મતદાન મથક દીઠ ટુકડીઓ બનાવે છે, તે રીતે ટુકડીઓની રચના કરશે. આ ટુકડીઓ જે તે મતદાન મથકના વિસ્તારમાં સર્વે કરીને મતદાન મથક પ્રમાણે ડેટા બેઝ એક્સેલ શિટમાં તૈયાર કરશે. 10થી 13 ડિસેમ્બર સુધી સર્વે પૂર્ણ કરીને 14 ડિસેમ્બરે ડેટા બેઝ આપી દેવાનો છે. પ્રત્યેક તાલુકાના આરોગ્ય અધિકારીના માધ્યમથી તાલુકાનો ડેટા જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવશે. વડોદરા ખાતેના નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટીને આ તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. તિલાવતે વડોદરા શહેર જિલ્લામાં ફરજ બજાવતા તમામ વિભાગોના સરકારી અધિકારીઓ-કર્મચારીઓનો ડેટા બેઝ તૈયાર કરવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમા અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકારની સૂચનાઓ પ્રમાણે સર્વે કરવાની તાલીમ અપાઇ

કોવિડ રસીકરણની પૂર્વ તૈયારીઓના અનુસંધાને રાજ્ય સરકારે સર્વે દ્વારા સચોટ ડેટા બેઝ તૈયાર કરવાની સૂચનાઓ આપી છે. જેના અનુસંધાને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેઠક યોજીને જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ સ્તરે કરવાની થતી કામગીરીની તાલીમ અને રૂપરેખા આપી હતી અને તે પ્રમાણે સર્વે હાથ ધરવા જણાવ્યું હતું અને આ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કરના કોવિડ વિષયક રસીકરણની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં બેઠક યોજી હતી. તેમણે સમગ્ર કામગીરીની રૂપરેખા આપીને તમામ વિભાગોને જરૂરી ડેટા એન્ટ્રીની બાબતમાં સૂચનાઓ આપી હતી અને આ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવા જણાવ્યું હતું. આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાનો ભારપૂર્વક અનુરોધ કરતાં તેમણે તમામ ખાતાધિકારીઓ ને આ કામગીરી પર જાતે ધ્યાન આપીને ચીવટપૂર્વક કરાવવા જણાવ્યું હતું.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1607696952888.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!