BBL-2020 પર સટ્ટો રમતાં ઝડપાયા

BBL-2020 પર સટ્ટો રમતાં ઝડપાયા
Spread the love
  • જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી BBL-2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા ઇસમને રોકડા રૂ-૧૨,૫૦૦/- મળી કુલ રૂ- પ૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ

રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્વારા રાજકોટ રેન્જમાં ઇન્ટરનેટ અને કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી તથા મીતેષભાઈ પટેલ નાઓએ મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૃષ્ણનગર શેરીન-૦૩માં BBL-2020 મેચ ઉપર મોબાઇલ કોમ્યુનીકેશન મારફતે નસીબ ઉપર આધારીત પૈસાની હારજીતના બેટીંગના સોદાઓ કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતાં ઇસમ (૧) રવી સન/ઓફ ઓધવજીભાઇ કરમશીભાઇ હીરપરા ઉવ.૩૧ રહે. “રવી” કૃષ્ણનગર શેરીનં-૦૩ જામનગર વાળાને મેચના હારજીતના રોકડા રૂ-૧૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ.૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ ક્રિીકેટસટ્ટાનો જુગાર રમાડનાર (૨) સીંકદર રહે.જામનગર મોન. ૯૯૮૭૫૦૦૦૦૧ (૩) કલ્પેશ ખવાસ (CPTN) રહે. જામનગર મો.- ૯૩૫૩૭ ૪૭૧૭૮ વાળાને તથા તપાસમાં ખુલે તેઓને પકડવા પર બાકી છે.

– કપિલ ખિમનાણી (જામનગર)

20201211_200450.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!