ખેડૂતોની અમૃતસરથી દિલ્હી કૂચ : દરબાર સાહિબમાં પ્રાર્થના પછી 700 ટ્રેક્ટર-ટ્રોલિયોમાં રવાના થયા 50 હજાર ખેડૂતો-મજૂરો

કૃષિ કાયદાની વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે. દિલ્હીની સીમા પર પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો બેઠા છે. શુક્રવારે 700 ટ્રેક્ટર-ટ્રોલિયોમાં લગભગ 50 હજાર ખેડૂતો-મજૂરો અમૃતસરથી દિલ્હી માટે નીકળી પડ્યા છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પર દબાણ કરવા માટે સમગ્ર દેશના રેલવે ટ્રેકને જામ કરવામાં આવશે. ખેડૂત નેતાઓએ અગાઉ થયેલી બેઠકમાં 15 માંગો રજૂ કરી હતી. જેમાંથી સરકાર 12 માંગવા તૈયાર છે. એવામાં ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે કૃષિ કાયદો સંપૂર્ણ રીતે યોગ્ય નથી. આ કારણે ખેડૂતો તેમનું આંદોલન વધારી રહ્યાં છે. ખેડૂત-મજૂર સંધર્ષ કમિટીના પ્રમુખ સરવણ સિંહ પંધેરે કહ્યું કે અમે છ મહિના માટે રેશન અને સામાન લઈને દિલ્હી જઈ રહ્યાં છે અને અમે દિલ્હીને જીત્યા પછી જ પરત ફરીશું.
જાલંધરથી આગળ વધ્યા
બપોર પછી ખેડૂતો જાલંધર પહોંચી ચૂક્યો હતો. જાલંધર-અમૃતસર હાઈવે પર એક સાઈડે ટ્રેકટર ટ્રોલિયોની લાઈનો લાગી હતી. તેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી રવાના થતા પહેલા ખેડૂતોએ શ્રી હરમંદિર સાહિબમાં અરદાસ કરી હતી. તે પછી ગોલ્ડન ગેટ પર એકત્રિત થયા.
કૃષિ મંત્રીની અપીલની થઈ નથી અસર
10 ડિસેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરી છે કે ખેડૂતો તેમનું આંદોલન પુરુ કરે. સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. તેઓ એક તારીખ નક્કી કરે અને અમે તેમની દરેક શંકાઓને દુર કરીશું. કોરોનાનો ખતરો છે અને ઠંડી પણ ઘણી છે. અમે આંદોલન કરી રહેલા ખેડૂતોને લઈને ચિંતામાં છે. કિસાન સંગઠને અમારા આપેલા પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ.
દિલ્હીને ઘેરવાની તૈયારી
બીજી તરફ એમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર કૃષિ કાયદાઓને રદ કરશે નહિ. સરકારે ખેડૂતો સમક્ષ કૃષિ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો છે. એવામાં ખેડૂતોએ દિલ્હીને ઘેરવાનું મન બનાવી દીધું છે. ખેડૂતોએ જાહેરાત કરી દીધી છે કે ખેડૂતો હવે દિલ્હીને વધુ ઘેરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ સિવાય ખેડૂતોએ આગ્રા-દિલ્હી રોડ અને જયપુર-દિલ્હી રોડને બંધ કરવાની ચેતવણી આપી છે. ખેડૂત 12 ડિસેમ્બરે ટોલ પ્લાઝાને ફ્રી કરાવી શકે છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)