વાંકાનેર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ

Spread the love

મોરબી : વાંકાનેર તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે સામા પક્ષે પણ સગીરાને ખોટી શંકા થઇ હોવાની ફરિયાદ કરાઈ છે. હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ માટેલ ગામે રહેતા એક પરિવારની 15 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતા પરસોત્તમભાઈ ઉકાભાઇ ઠાકોર (ઉં.વ. 35)એ એકલતાનો લાભ ઉઠાવી ફરિયાદીના ઘરમાં સગીરા પાસે જઈ રૂમનો દરવાજો બંધ કરી સગીરાના મોઢા ઉપર હાથે મુંગો દઇ દીધો હતો.

સગીરાના ગાલ, ડોક તેમજ વાંસાના ભાગે નખથી નખોરીયા ભરાવીને સગીરાની કુર્તી ફાડી નાખીને સગીરાને સેટી ઉપર સુવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સગીરાએ બુમાબુમ કરી મૂકી હતી. આથી, આજુબાજુમાં રહેતા લોકો ત્યાં આવી ગયા હતા. તે જોઈને આરોપી રૂમમાંથી નાસી ગયો હતો. આ બનાવમાં સમાપક્ષે એક મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે કે તે તેની બાજુમાં આવેલ ઘરે સાવરણી લેવા માટે ગયો હતો. ત્યારે તેની દીકરી ઘરમાં એકલી હતી. ત્યારે સગીરાને એકલતાનો લાભ લેવા આવેલ છે તેવી શંકા ગઈ હતી. આથી, તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો. હાલમાં પોલીસે બંને પક્ષની ફરિયાદને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!