વિપુલ ચૌધરીના સમર્થકોએ ડેરી સામે અશોક ચૌધરી “હાય હાય”ના નારા લગાવ્યા…!

વિપુલ ચૌધરીના સમર્થકોએ ડેરી સામે અશોક ચૌધરી “હાય હાય”ના નારા લગાવ્યા…!
Spread the love

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડની વિરોધમાં અને વિપુલ ચૌધરીના સમર્થનમાં આજે મહેસાણામાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આમ છતાં વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયાસ કરનારા 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

દૂધસાગર ડેરી ચૂંટણીને મામલે વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલી આયોજિત કરાઈ હતી. પશુપાલકો રેલી યોજે તે પહેલાં જ અટકાવી દેવાયા હતા. મહેસાણા ડીવાયએસપી રુહી પાયલાએ નિવેદન આપ્યું હતું કે, 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. રેલીને મંજૂરી નહીં હોવાથી અટકાયત કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી બાદ પશુપાલકો વિખેરાઈ ગયા હતા.

ત્યાર બાદ વિપુલ ચૌધરી ના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો પણ સર્જાય હતા જોકે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા વિપુલ ચૌધરી ના સમર્થકો વિખરાઈ ગયા હતા જોકે વધુ માત્રા માં સમર્થકો આવેલા હોવાથી હાઇવે પર લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યાર બાદ મહિલાઓ અને પુરુષ સમર્થકો દૂધસાગર ડેરી ની સામે હાઇવે પર બેસી હાઇવે ચક્કાજામ કરી મહિલાઓ દ્વારા અશોક ચૌધરી હાય… હાય…ના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ પોલીસ દ્વારા દૂધસાગર ડેરી પાસે થી પણ સમર્થકો ની અટકાયત કરી હતી.

IMG_20201214_140717-1.jpg IMG_20201214_140825-0.jpg

Admin

Apurva Raval

9909969099
Right Click Disabled!