મોરબીના નવલખી રોડ પર જીઈબીના નીચા વીજતારને અડકી જતા ઊંટનું મૃત્યુ

મોરબીના નવલખી રોડ પર આવેલ રેલ્વે ક્રોસિંગ ૪૨ નજીક જીઈબીના વીજ તાર નીચે હોવાથી ઉટ તેને અડકી જતા તેનું મૃત્યું થયું હતું.ઊંટના મૃત્યુને પગલે રબારી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ કચ્છથી મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના ઢોરને ચરાવવા માટે મોરબી તરફ તથા અન્ય સ્થળ પર જતા હોય છે ત્યારે કચ્છના રાપર તાલુકાના વતની રાણાભાઇ જગાભાઇ આલ પોતાના ધેટા બકરાને ચરાવવા માટે કચ્છથી મોરબી તરફ આવેલ હોય દરમિયાન નવલખી રોડ પર આવેલ રેલ્વે ક્રોસિંગ ૪૨ નજીક રાણાભાઇનો ઊંટ ચરતો હતો.
આ દરમ્યાન જીઈબીના તાર નીચા હોય જેથી ઊંટ તેની અડકી જતા ઊંટનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. તો ઊંટના મૃત્યુને પગલે માલધારી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. જીઈબીની લાઈન નીચે હોય જેથી અકસ્માત સર્જાયો છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે વીજતારનું લેવલ કરે તેવી માંગ કરવામાં આવી હતી જેથી કોઈ જીંદગીને જોખમ નાં રહે. તો ધટના અંગે જાણ થતા જેપુર ગામના શાંતિલાલભાઈ પટેલ સહિતના ગ્રામજનો દોડી આવીને માલધારી પરિવારને જરૂરી મદદ પૂરી પાડી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી