વેગડવાવ ગામના યુવકને પ્રતાપગઢ ગામના ત્રણ વ્યક્તિઓ તિક્ષણ હથિયાર વડે હુમલો

હળવદ તાલુકાના વેગડવાવ ગામના રમેશભાઈ કુકાભાઈ વાઘેલા રવિવારે સાંજે પ્રતાપ ગઢ ગામે કાકાના છોકરાને પત્નીને પ્રતાપ ગઢ ગામે તેડવા જતા તે બાબતે બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકાના છોકરાના સાસરિયા પક્ષના ત્રણ શખ્સોએ રમેશભાઈ કુકાભાઈ વાઘેલાને માથાના ભાગમાં તિક્ષણ હથિયાર વડે હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108ની ટીમે હળવદ સરકારી હોસ્પિટલએ સારવાર માટે લઇ ગયેલ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ પરંતુ રમેશભાઈ વાઘેલાની ગંભીર સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે બનાવવાની હળવદ પોલીસને પીઆઈ પી. એ. દેકાવાડીયાની સુચનાથી પી.એસ.આઈ રાધીકા બેન રામાનુજ મુતક રમેશભાઈના સગાની હત્યાની ફરિયાદ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. ફરિયાની તજવીજ હાથ ધરી હતી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી અને પોલિસ એ જુદી જુદી ટીમો ઓ બનાવીને આરોપી પકડવાના ચક્રો ગતિમાન કર્યાં હતા.