રાજકોટ : કુખ્યાત ખીયાણી ગેંગના 6 આરોપીને રાજયની જુદી જુદી જેલમાં ધકેલી દેવાયા

રાજકોટ શહેરમાં ગેંગ બનાવી ભયનો માહોલ ઉભો કરી છેલ્લા એક દશકાથી ખૂન, લૂંટ, ખૂની હુમલા અને પોલીસ ઉપર હુમલા સહિત ૭૬ ગુનામાં સંડોવાયેલા ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો અકબર ખીયાણી સહિત ૧૧ શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકના P.I એલ.એલ.ચાવડાએ જાતે ફરિયાદી બની ગુજસીટોકનો ગુનો નોંધાવ્યો હતો. ખીયાણી ગેંગના ૧૧ આરોપીઓ પૈકી રિયાઝ દલ, રિઝવાન દલ, શાહરૂખ ઉર્ફે રાજા અને યાસીન ઉર્ફે ભૂરો ખુન અને લૂંટના ગુનામાં જેલમાં છે. જ્યારે સૂત્રધાર એઝાઝ ફરાર છે. તેમજ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાંચ, ઈમરાન જાન મહમદ મેણું, માજીદ રફિક ભાણુ અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીની પોલીસે ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓને ૧૫ દિવસના રિમાન્ડની માંગ સાથે ગુજસીટોકની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા સ્પેશિયલ અદાલતે ઝડપાયેલા ૬ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ૬ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ૬ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવાની માંગ સાથે ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવમાં આવ્યા હતા. (૧) મીરજાદ ખીયાણી અમદાવાદ મધ્યસ્થ જેલ, (૨) સરતાજ ઉર્ફે રાજન ખીયાણી રાજકોટ મધ્યસ્થ જેલ, (૩) માજીદ ઉર્ફે પપ્પુ જુણાચ પાલારા ભુજ જેલ, (૪) ઈમરાન મેણુ જામનગર જીલ્લા જેલ, (૫) માજીદ ભાણુ વડોદરા મધ્યસ્થ જેલ, (૬) મુસ્તુફા ખીયાણી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)