સાવરકુંડલા : બાઈકને હેન્ડલ લોક કરેલ હોવાથી તસ્કરો વ્હીલ કાઢી ગયા

- સાવરકુંડલામાં શિયાળાની ઠંડીમાં ચોરીની શરૂઆત
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ મોદી હાઈસ્કૂલ પાસે રહેતા અને નગરપાલિકામાં નોકરી કરતા પ્રકાશગીરી રાત્રે ઘરની બહાર પોતાનું બાઈક હોન્ડા ડ્રિમ નિયો નંબર GJ-14-AM-0804 હેન્ડલ લોક કરી મુકતા ચોરોથી હેન્ડલ લોકના ખુલતા તસ્કરો ગાડીનું આગળનું વ્હીલ કાઢી ગયા હતા. અગાઉ પણ બાઈકની બેટરીની ચોરી થવા પામી હતી તેમ ગાડી માલિકે સાવરકુંડલા ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપી હતી.
રીપોર્ટ : અમીતગીરી ગોસ્વામી (સાવરકુંડલા)