રાજકોટ : કુવાડવા રોડ ગુરૂદેવ પાકૅ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એચ.બી.ધાંધલ્યા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન રઘુવીરસિંહ વાળા, રાજેશભાઈ બાળા અને શક્તિસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે પ્રદીપસિંહ જાડેજા, સુભાસભાઈ ઘોઘારી અને સિધ્ધરાજસિંહ જાડેજાને સાથે રાખીને કુવાડવા રોડ ઉપર ડી-માર્ટ પાસે વોચ ગોઠવી બાતમીવાળી રીક્ષા પસાર થતા તેને અટકાવી જોતા તેમાંથી ૩ ટ્રાવેલ બેગ મળી આવી હતી. જે ખોલીને ચેક કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડનો રૂ.૩૭,૪૦૦ નો ૫૯ બોટલ દારૂ C.N.G રિક્ષા નં.GJ-27-W 3492 કિ.૫૦,૦૦૦ મળી આવતા તે કબ્જે કરી રિક્ષામાં બેઠેલા કુવાડવા રોડ ગુરુદેવ પાર્કના ઉદીપ વિનોદભાઈ નગવાડીયા ઉ.૨૧ મુળ.બાબરા અને મૂળ.ચોટીલાના અને હાલ માનસરોવર પાર્ક આજીડેમ ચોકડીએ રહેતા સુરેશ ઉર્ફે સૂરો રમેશભાઈ મકવાણા ઉ.૨૧ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પ્રાથમિક પૂછતાછમાં બંને શખ્સોએ ૨ મહિનાથી ધંધો ચાલુ કર્યો હતો. ટ્રાવેલ્સમાં મુંબઈ જય ત્યાંથી માલ ટ્રાવેલ બેગમાં ભરી લાવતા હતા. આ ત્રીજી ખેપ હતી. રાજકોટ ઉતરીને એક મિત્ર પાસે રિક્ષાની મદદ માંગી હતી. મિત્ર રીક્ષા આપી જતો રહ્યો હતો. બાદમાં લાવેલો માલ રિક્ષામાં નાખી ઠેકાણા ઉપર પહોંચવા નીકળ્યા અને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે દારૂ, રીક્ષા સહીત ૮૭,૪૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, એચ.બી.ધાંધલીયા, સુભાષભાઈ ધોધારી, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, કામગીરી કરવામાં આવેલ હતી.