રાજકોટ : કેન્સલ થયેલ બોગસ દસ્તાવેજો ઉપયોગ કરનાર ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા અને એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ ક્લિનિક ધરાવતા બાળકોના ડોક્ટર અતુલભાઇ ગોવર્ધનદાસ રાઠોડ (ઉ.૬૭) ની નાના મવાની સીમમાં સર્વે નંબર-૮૪૧ માં બીનખેતી થયેલી જમીનમાં માલિકીના કુલ.૩ પ્લોટ છે. જેમાં પ્લોટ નંબર-૧૪ (૬૭૫ ચો.મી.), પ્લોટ નંબર-૩૦૭ (૩૬૪ ચો.મી.) અને પ્લોટ નંબર-૩૦૦ (૨૭૫ ચો.મી.) મળી કુલ.૧૩૧૪ ચો.મી. જગ્યા છે. ઉપરોક્ત ૩ પ્લોટ હડપ કરવા માટે આરોપી રામસીંગ ભાવસીંગ ચાવડા જાતે.રાજપુત ઉ.૪૯ રહે. બ્લોક નં.૬૪(બી) યોગીનગર-૨ રૈયા ચોકડી રાજકોટ. અને સહઆરોપી સૂર્યદેવસિંહ રાજભા પરમાર વર્ષ-૨૦૦૮ માં બોગસ દસ્તાવેજ ઉભા કરી લીધા હતા.
આ મામલે વર્ષ-૨૦૦૯ માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજો, પૂર્વયોજીત કાવતરાની IPC કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન વર્ષ-૧૨ પછી આરોપી રામસીંગ ચાવડાએ ડોક્ટરની ઉપરોક્ત જમીનના બોગસ દસ્તાવેજની ઝેરોક્ષના આધારે સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરાવવા અરજી કરી વિશ્વાસઘાત કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરેવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, એ.બી.જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા, રાજેશભાઈ મીયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઈ ડાંગર, અજયભાઈ ભુડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ મકવાણા, કામગીરી કરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)