જૂનાગઢ : નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહાર સમિતિની બેઠક મળશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૯/૧૨/૨૦ના રોજ ૧૩ કલાકે કલેક્ટર કચેરી ખાતે મળશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનાર બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો ખોલવા બાબત, અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધી સહિત ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ