જૂનાગઢ : વંથલીમાંથી 18 વર્ષની યુવતી ગુમ
જૂનાગઢ : વંથલી શહેરમાં રહેતી ૧૮ વર્ષની યુવતી તા.૧૩-૧૨-૨૦૨૦ના રોજ ૪ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ ૩ ઇંચ, બાધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વંથલી પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ