રાજકોટ : મનોવિજ્ઞાન ભવનમાં મનોનિદાન અને સુજોક થેરાપીનો કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

રાજકોટ શહેર સુજોક એસોશિએશન અને જે.સી.આઈ રાજકોટ યુવા દ્વારા કોરોના કાળમાં ચિંતા, હતાશા, અનિન્દ્રા, સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા માનસિક રોગોના શિકાર થયેલ લોકો માટે મનોનિદાન અને સારવાર સાથે સુજોક થેરાપી આપવા માટે કેમ્પ યોજાયો હતો. ૭૨ વ્યક્તિઓએ આ કેમ્પમાં માનસિક સધિયારો લીધો અને સુજોક થેરાપી લીધી. લોકડાઉન અને મહામારીને કારણે લોકો અનેકો પ્રકારની માનસિક અને શારીરિક પીડા અનુભવી રહ્યા છે. ઘણા ચિત્ર વિચિત્ર કેસ આ કેમ્પમાં સામે આવ્યા અને તેનું નિવારણ પણ થયું.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી અને સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ ઉદ્ઘાટન કરેલ. ડો.ધરમ કાંબલીયાએ જણાવ્યું કે ગુજરાતનું આ પહેલું ભવન હસે કે જેણે મહામારીમાં લોકોને માનસિક સધિયારો આપ્યો છે. જેના થકી યુનિવર્સીટીની ગરિમા વધી છે. કેમ્પના ઉદ્ઘાટનમાં ઉપકુલપતિ સાહેબ ડો.વિજયભાઈ દેશાણીએ જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન નવિન પ્રવૃતિઓ કરે છે. તેનો ગૌરવ તો છે જ પણ ઉપકુલપતિ તરીકે મારી અપેક્ષા તેમની પાસે વધુ છે. મનોવિજ્ઞાન ભવન કાયમી ધોરણે સાયકોલોજીકલ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરે. વિદેશોમાં આ પ્રકારના અલગથી સેન્ટરો હોય છે.
ગુજરાતની કોઈ યુનિવર્સીટીમાં કાયમી આવા કોઈ સેન્ટ્રર નથી તો મનોવિજ્ઞાન ભવન કેમ શરૂ ન કરી શકે. તાત્કાલિક ભવન અધ્યક્ષ અને પુરી ટીમ દરખાસ્ત મોકલે યુનિવર્સીટી સેન્ટર શરૂ કરવા સજ્જ છે. અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. લોકોને કાયમી માનસિક સધિયારો મળી રહે તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પહેલો પ્રયાસ હશે. લોક સેવા જરૂરી છે અને ભવન કરે જ છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન. કેમ્પમાં આવ્યા ઘણા અનોખા કિસ્સાઓ યુવાન મારી પ્રેમિકા મને મૂકીને ગઈ ત્યારથી બેચેની અને આપઘાતના વિચારો આવે છે. કોઈપણ છોકરીને જોઇને દગાખોર હશે એવું જ લાગે છે. શું દુનિયામાં બધી સ્ત્રીઓ દગાખોર જ હશે. એ વિચારે મમ્મી, બેન અને અન્ય મહિલાઓ સાથે વાત કરતા કે વિશ્વાસ મુકતા ડર લાગે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)