જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો

- જી.જી હોસ્પિટલ મેડિકલ ડીન ડૉ.નંદીની બેન દેસાઈ ને પ્રથમ રહી મુકવામાં આવી
જામનગર : કોરોના વાયરસને ખતમ કરવા માટે આજથી દેશભરમાં રસીકરણ નો પ્રારંભ થયો છે.સાથોસાથ જામનગર માં પણ આજે રસીકરણ નો પ્રારંભ થયો હતો.સૌપ્રથમ જી.જી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડીને રસી લીધી હતી.આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં આજે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે જ જી.જી. હોસ્પિટલ જામનગર થી અત્ર અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી થી હચમચી ગયું હતું ત્યારે ભારત જેવા ખૂબ મોટી વસ્તી ધરાવતા દેશમાં પણ પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિથી આગોતરા પગલાં અને આયોજનના કારણે અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછા કેસ જોવા મળ્યા. તત્પરતા અને ત્વરીત સારવાર થકી અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુ દર ઓછો અને રિકવરી રેટ ખૂબ ઉંચો થયો. આમ છતાં પણ આપણે આપણા ઘણાં સ્વજનો ગુમાવ્યા છે, જેમાં આપણા હેલ્થ કર્મીઓ પણ સેવા કરતા-કરતા શહીદ થયા છે, કહી મંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મંત્રી ઉમેર્યું હતું કે, આ રસી ભારતમાં બની છે, જેના પર ખુદ સતત પ્રધાનમંત્રીશ્રીએ પણ નિરીક્ષણ રાખ્યું હતું. તમામ સંશોધન પ્રક્રિયા પૂર્ણ કરીને આ રસી આજે આપણી પાસે પહોંચી છે, જે એકદમ સુરક્ષિત અને અસરકારક છે.પ્રથમ તબક્કે દિવસ-રાત માનવજાતની સેવા કરનાર ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ કે જેઓ ફ્રન્ટલાઈન વોરીયસ છે, તેઓને આજથી રસીકરણનો શુભ આરંભ થઇ રહ્યો છે. આ રસીને બે ડોઝમાં આપવામાં આવશે.જેના થકી રસી લેનાર વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે. આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ના રસીકરણ બુથ લેવલે ૧૭૦ જેટલા તબીબોને થી આપવામાં આવશે.
આ તકે કલેક્ટરે આ કોરોના મહામારી દરમિયાન એક વર્ષની જામનગર જિલ્લાની લડતના સંસ્મરણો ને તાજા કર્યા હતા અને સાથે જ આરોગ્ય કર્મીઓ, જામનગરની અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અનેક નામી અનામી દાતાઓનો આ લડતમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ રસીકરણના સુભારંભ સાથે જામનગર જિલ્લામાં પ્રથમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ વેક્સિનનો સૌ પ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને પણ રસી લઇ આ અભિયાનમાં જોડાઈ માનવજાતને આ મહામારી માંથી બહાર આવવા અપીલ કરી હતી. ડિન પછી કોવિડનાના નોડલ ડો. ચેટરજી, જીજી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી, ડબલ્યુ-એચ-ઓ., ના પ્રતિનિધિ ડો. વિનય કુમારે પણ રસી લઇ રસીકરણ અભિયાન સહયોગ આપ્યો હતો.
આ રસીકરણ માં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, કમિશનર સતીશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડીન અનુપ ઠાકર, આઇઆઇએમ-એના પ્રેસિડેન્ટ ડો. પ્રશાંત તન્ના, વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિજય પોપટ, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, ડો. અજય તન્ના, કોરોના નોડલ ડો. ગોસ્વામી, કર્નલ શર્મા, ડો ભાર્ગવ ડાંગર, મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો.ઋજુતા જોષી વગેરે મહાનુભાવો પદાધિકારીઓ અને ડોક્ટરો, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.