અરવલ્લી પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી નવતર અભિગમ અપનાવીને નિવૃત્ત શિક્ષકોના પેન્શન કેસ બનાવવા માટે હેલ્પલાઈન

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી નવતર અભિગમ અપનાવીને નવૃત્ત શિક્ષકોના પેન્શન કેસ બનાવવા માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, અને આ પ્રકારની રાજ્યમાં પ્રથમ હેલ્પલાઈન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સામાન્ય રીતે નિવૃત્ત થતાં શિક્ષકોએ છેલ્લા બે વર્ષ દરમિયાન પેન્શન કેસ બનાવવા માટેની કામગીરી શરૂ કરવી પડતી હોય છે, આ માટે તેમણે ઘણી જ હાલાકીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. એટલું જ નહીં શાળાનો સમય પૂર્ણ થયા બાદ આ કામ કરવું અશક્ય હતું,
જેથી આવા શિક્ષકોએ આ કાર્ય કરવું ખૂબ જ કઠિન બનતું હતું, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલ અને નાયબ શિક્ષણાધિકારી સમીર પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ હેલ્પલાઈન નિવૃત્ત થતાં શિક્ષકો માટે શરૂ કરાઈ છે,,, આ હેલ્પ લાઈનમાં બે શિક્ષકો મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યરત રહે છે, અને નિવૃત્ત થતાં શિક્ષકોને પેન્શન કેસ બનાવવા માટે સહાયતા કરે છે.