બુલડેક્સ વાયદામાં 1267 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 316 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ
મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૯ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૬૫૯ અને ચાંદીનો વાયદો રૂ.૭૭૭ ગબડ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. તાંબુ અને નિકલના વાયદા ઘટવા સામે એલ્યુમિનિયમ, સીસું અને જસત વધી આવ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને તેજ બંધ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, રબર, સીપીઓમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે મેન્થા તેલ ઢીલું હતું.
દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ફેબ્રુઆરી વાયદો ૧૫,૩૭૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૯૬૦ અને નીચામાં ૧૪,૬૯૩ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૧,૨૬૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૫૪ પોઈન્ટ ઘટી ૧૪,૭૬૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૪૧૬ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૩૧૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૮ પોઈન્ટ ઘટીને ૧૩,૪૧૬ના સ્તરે બંધ થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૬૨૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૪૮૫ અને નીચામાં રૂ.૪૬,૬૦૦ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૬૫૯ના ભાવઘટાડા સાથે રૂ.૪૬,૯૬૫ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૨૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૫૧ના ભાવઘટાડા સાથે રૂ.૩૭,૬૧૯ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૮૮૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૧૫ ઘટી બંધમાં રૂ.૪,૬૬૫ના ભાવ થયા હતા.
સોનાનો મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૬૭૨ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૯૭૭ ઘટી રૂ.૪૬,૬૯૫ બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૬૪૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૪,૪૨૬ અને નીચામાં રૂ.૬૬,૩૨૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૭૭૭ના ભાવઘટાડા સાથે રૂ.૬૬,૮૧૮ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૮૩ના ઘટાડા સાથે રૂ.૬૬,૮૦૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૭,૯૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૦૭ના ઘટાડા સાથે બંધમાં રૂ.૬૬,૮૦૧ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૮૨૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૧૧૯ અને નીચામાં રૂ.૩,૮૦૧ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૮૩ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૧૧૦ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૪.૫૦ વધી રૂ.૨૦૮.૨૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૫૦ વધી રૂ.૧,૨૦૫.૫૦ના સ્તરે બંધ થયો હતો.
જ્યારે રૂ (કોટન)નો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૨૬૦ અને નીચામાં રૂ.૨૦,૯૩૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૫૦ની વૃદ્ધિ સાથે રૂ.૨૧,૨૪૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ફેબ્રુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૬૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫.૭૦ વધી રૂ.૯૬ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૩૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૪૭૯ અને નીચામાં રૂ.૧૫,૧૦૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૯૦ના ભાવવધારા સાથે રૂ.૧૫,૩૬૭ના ભાવે બંધ થયો હતો.