જામનગરના તબીબો 11-12 ફેબ્રુઆરીના ભૂખ હડતાલ કરશે
- આયુર્વેદ તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ
કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની મંજુરી આપવાના વિરોધમાં ડોક્ટરોએ હડતાલનું રણશીંગુ ફૂંકયું છે. જેના અનુસંધાને રાજયમાં આઇએમએ દ્વારા બુધવારથી ભૂખ હડતાલનો પ્રારંભ થયો છે. જામનગરના તબીબો ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના ભૂખ હડતાલમાં જોડાશે. જામનગરમાં ભૂખ હડતાલમાં ૨૦-૨૦ તબીબો જોડાશે.
કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની પરવાનગી આપતો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં મોર્ડન મેડિસીન તબીબોમાં રોષ ફેલાયો છે અને આઈએમએ દ્વારા ભૂખ હડતાલનો પ્રારંભ કરાયો છે.
– રોહિત મેરાણી (જામનગર)