ભાજપે જામનગર મહાનગરપાલિકાની યાદીમાં સુભાષ જોષીનું નામ ન હોવાથી આશ્ચર્ય
- જોષીના બદલે કંટારિયાનું નામ લખાઈ ગયું હતું
ભાજપે મહાનગરપાલિકાની ગુરૂવારે જાહેર કરેલી યાદીમાં વોર્ડ નં.૩ એટલે કે પટેલ કોલોનીમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોષીનું નામ કપાયું હતું જે બાબતે અનેક લોકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ થોડી જ વારમાં ચોખવટ કરવામાં આવી કે, સુભાષભાઈ જોષીનું નામ છે.
ભૂલથી તેની જગ્યાએ આશિષભાઈ કંટારિયાનું નામ જાહેર થઈ ગયું છે. આમ, સુભાષ જોષીના નામનો ગોટાળો થોડા સમય માટે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઉપરાંત બે વોર્ડના ઉમેદવારોની અટકમાં પણ ભૂલ હતી, જે રિવાઈન્ડ યાદીમાં સુધારી લેવાઈ હતી.
– રોહિત મેરાણી (જામનગર)