વડોદરા પોલીસ કમિશનરનું બન્યું ફેક એકાઉન્ટ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Spread the love

વડોદરા પોલીસ કમિશનર ડો. શમસેરસિંગના નામ અને તસવીરનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી છે. જો કે આ બનાવની માહિતી પોલીસને ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આજકાલ સોશિયલ મીડિયામાં ફ્રોડના કિસ્સાઓ વધારે પ્રમાણમાં વઘતા જઈ રહ્યા છે. ત્યારે હવે આ ગઠિયાઓએ વડોદરા સીપીના અકાઉન્ટને નિશાન બનાવ્યું છે. શનિવારે શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંગનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

એકાઉન્ટમાં પોતાનું નામ શમસેરસિંગ જણાવી વડોદરા શહેર પોલીસ કમિશનરનો ફોટો પ્રોફાઇલમાં મુકવામાં આવ્યો હતો. જો કે, આ બાબતની જાણ પોલીસને ધ્યાનમાં આવતા ફેક એકાઉન્ટ બનાવનારને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંગે પોતાના સાચા ફેસબુક એકાઉન્ટ પર આ મામલે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અજાણ્યા શખસોએ ફેસબુક પર મારા ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું છે. કોઇ ફ્રેન્ડ રિકવેસ્ટ નહીં સ્વિકારવા વિનંતી. પોલીસ કમિશનરની આ પોસ્ટ બાદ લોકોએ તેમની નિખાલસતાની સરાહના કરી હતી.

રિપોર્ટ : વિજય સોનગરા

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!