પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરાશે

કોરોના કાળમાં લાંબા ગાળા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહ્યા બાદ બાળકો ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા હતા,મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શાળાઓ દ્વારા ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવ્યું છે. ભૂલકાઓ માટે પણ શાળાઓ બંધ શાળાઓ ખુલવા અંગે ઘણા સમયથી અસમંજસ અનુભવી રહેલા વાલીઓ માટે આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વના સમાચારની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6 થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.
રિપોર્ટ : વિજય સોનગરા