ભાવનગરમાં ભરતનગર લાલાબાપા ચોક પાસે ગુજરાત ગેસની લાઈનમાં ધડાકા સાથે આગ
ભાવનગરમાં ભરતનગર લાલાબાપા ચોક પાસે ગુજરાત ગેસ પી.એન.જી. ગેસની પાઈપલાઈનમાં ધડાકા સાથે આગ લાગતા લોકો ઘરની બહાર નીકળી ગયા આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા વળ્યાં હતા આ બનાવની જાણ ફાયરબ્રિગેડ અને પી.જી.વી.સેલ, પોલીસ ને કરાતા સ્થળ ઉપર પહોંચી ફાયરફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી તેમજ ભરતનગર ચોકડી પરના ચારેય રસ્તા ઉપર ટ્રાફિક માટે પોલીસ દ્વ્રારા રસ્તો બંધ કરાવામાં આવ્યો હતો અને તાત્કાલિક ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા આગળથી ગેસની લાઈનો વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો હતો આ બનાવમાં કોઈ પણ જાનહાની થવા પામી ના હતી.
રિપોર્ટ : વિજય સોનગરા